રવિવાર, 16 ડિસેમ્બર, 2012

જ્યોતિષ આયુર્વેદ

જ્યોતિષ અને આયુર્વેદ બંને ને વૈદિક સંબંધ છે .જ્યોતિષ એ વેદાંગ છે જયારે આયુર્વેદ ઉપવેદ છે .બંને માં મન નું મહત્વ છે અને શરીર નું ય !! આમ જોવા જાઓ તો જાણે મન અને શરીર ને લઇ ને આત્મા ચાલતો ના હોય !!વળી આ બંને ય નાશવંત છે !!આયુર્વેદ માં વાત પિત્ત કફ નું મહત્વ છે !! વળી વાત પિત્ત કફ ને પાંચ મહાભૂત થી !! પાંચ  મહા ભૂત અગ્નિ મંગલ ,ભૂમિ બુધ,વાયુ શની ,જળ શુક્ર અને ગુરુ આકાશ છે !! બસ આ સંબંધો જ્યોતિષ આયુર્વેદ ને જોડે છે।
આજ વાત ગ્રહ સંબંધિત બને છે!!
આજ વાત ને રસ સ્વાદ સાથે જોડવા ની છે !!
હવે તમને રહસ્ય સમજાશે કે ચતુર જ્યોતિષી કેમ તમને શુક્રવારે ખાટુ ખાઓ નહી  અને મંગળવારે ગોળ  ખાઓ જેવી વિચિત્ર સલાહો આપતો હોય છે !! એટલા માટે જ ખાટુ  તીખું મોરૂ  વીગેરે આડેધડ ન કરો કોઈ સારા જ્યોતિષી કે વૈદ્ય  ને મળવું સારું !!



મંગળવાર, 6 નવેમ્બર, 2012

ખોટા કામો કર નારા સાવધાન !!!

પુરાણો ને હંસી કાઠવા આસાન છે। પણ કેટલીક વાતો જાણવા જેવી પણ છે !! પુષ્પક વિમાન ની કલ્પના ને હંસતા હતા પણ વિમાન ની શોધ પછી શ્રદ્ધા વધી છે ,સૃ ષ્ટી ની રચના માં એક  શ્રવણ લોક નું વર્ણન છે,તે અન્ય મકર રાશી ના સૂર્ય મંડળ માં કોઈ જગા એ છે !!! ત્યાના લોકો દૂર નું જોઈ શકે છે અને સાંભળી  પણ શકે છે !!તેમની સ્ત્રી ઓ  પણ !! જેને શ્રવણ શ્રવણી  કહે છે। તે જગત ની બધી વાતો ચિત્રગુપ્ત ને કહી દે છે !! માટે ખોટા કામો કર નારા સાવધાન !!!
વિજ્ઞાન એમ કહે છે કે હજુ ય સુક્ષ્મ માત્રા માં બધા અવાજ ના મોજા ઓ ફરી રહ્યા છે ! એક દિવસ એવો ય આવશે કે કૃષ્ણ ની ગીતા નો અવાજ શોધી શકાશે !!જેમ માઈક્રોસ્કોપ થી જીણા માં જીણા  જંતુ ઓ નીરખી શકાય છે તેમ રેકોર્ડીંગ ધીમા મોજા ઓ નું થઇ શકે !! આશ્ચર્ય ન કરશો !!

http://www.astrowebindia.com/mmovt.htm

ਨਾਨਕ  ਭਾਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ .
ਸੁਨਿਯੇ ਦੁਖ ਪਾਪ ਕਾ  ਨਾਸੁ

હે નાનક ! નામ શ્ર વ ણ  કરનાર સદા પ્રસન્ન હે છે !
નામ શ્રવણ થી જ સર્વ  દુખો પાપો નો નાશ થાય છે !!.....જપુજી સાહેબ

ગરુડ પુરાણ માં ગ્રહ

પારમાર્થિક દેહ માં છ ચક્ર છે।
બિંદુ ચક્ર પર સૂર્ય ,
બ્રહ્મ રંધ્ર માં મંગલ ,
હૃદય માં બુધ ,
નાભી  ના મણીપુર ચક્ર માં ગુરુ,
વીર્ય માં શુક્ર ,
નાભી  સ્થાને શની ,
મુખ માં રાહુ ,
વાયુ સ્થાને કેતુ .

એક બીજા ના પુરક

મનુષ્ય માં  જે ચૈતન્ય શક્તિ છે તે આત્મ તત્વ ને  કારણે છે।ચીન માં તે ચી તરીકે  ઓળખાય છે।ખ્રિસ્તી ઓ દિવ્ય પ્રકાશ કહે છે। ઉર્દુ માં રૂહ શબ્દ વપરાયો છે . LEAD KINDLY LIGHT, LEAD THOU ME ON એ જ્હોન ડીં ક્વોટ ર ની પ્રાર્થના પ્રસિદ્ધ છે. રશિયન વિજ્ઞાની ઓ એ બયોપ્લાસ્મિક એનર્જી નું નામ આપ્યું છે . મિસર કા ,ગ્રીકો ન્યુંમાં પાળી માં એકોન્કાર શબ્દ છે .
   યંગ યીન  ની વાત  કરો કે પછી અર્ધનારીશ્વર ની બંને એક બીજા ના પુરક છે.  તેથી જ તો ચારેય આશ્રમો માં કહ્યું છે -ધન્યો  ગૃહસ્થાશ્રમ  !!!

 

સોમવાર, 9 જુલાઈ, 2012

ભાગ્ય

જેમ કે તમે બેઠા છો !! અને કલ્પના પણ નથી અને પેલો     χ  υ  Ζ  તમને મિઠાઈ  આપે છે !! જે અન એક્ષ્પેક્ ટે ડ  ઘટના છે।
અણ ધા ર્યા સારા કે   ખોટા બનાવો ભાગ્ય ની સીધી રમત છે ! તે વિધાતા ના કર્મ છે।
સ્વીચ પાડી ને પંખો ચાલ્યો તે તમારું કામ છે ,પણ તમે સ્વીચ પડી અને લાઈટ  ગઈ પંખો ના ચાલ્યો એ અડચણ છે !!
પણ કુદરતી પવન ની લહેર આવી  એ તમારું ભાગ્ય છે !!!
એટલા જ માટે કાર્ય ફળ ,કાર્ય માં વિઘન  , ન ઈચ્છેલી સફળતા કે ફળ નું અણધાર્યું આવવું તે ભાગ્ય ના કામો છે  !!
ધરતી કંપ  અચાનક વીજળી પડવી જેવી બાબતો દુર્ભાગ્ય પૂર્ણ હુમલો છે

અચાનક વ્યક્તિ નું આગમન કશું આપવું એ ભાગ્ય ની વાત છે !!
ભાગ્ય એટલે કે દૈવ  ને ગીતા માં પણ સુંદર સ્થાન આપ્યું છે !!
દરેક કાર્ય માં દૈવ  તો છે જ !!
18 માં અધ્યાય માં છે !!
દૈવ  ને ઘણા ભૂતકાળ ના    કર્મ  ના ફળ રૂપે કહે છે !! કેમ સુખી ધની ને ત્યાં જન્મ્યો કેમ જન્મ થી જ અંગ હીન છું ? વગેરે પ્રશ્નો તો ઉભા જ છે !! પછી ગત જન્મ જોડી દે !! અને સમાધાન કરે આમ કરી ને ભાગ્ય ને ભૂલવા મથે છે !!



બુધવાર, 20 જૂન, 2012

બધાજ પ્રશ્નો ઉકેલવા

જયારે ઉપર છાપરી કામો આવી જતા હોય ત્યારે જ ખરી પરીક્ષા છે ધીરજ થી જેનું કામ થાય તે કરતા રહેવું બીજાને ક્રમ માં કરવા કેટલાક ને જવા દેવા। કારણ કે બધાજ પ્રશ્નો ઉકેલવા ના નથી કેટલાક છોડી દેવા ના હોય છે !!

સોમવાર, 28 મે, 2012

વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !!

જુવાની ના જોર માં આપને ડોસલા ઓં ને ભાંડી એ છીએ !! પણ ખુબ વિશ્લેષણ પછી સહજ રીતે સમજાય છે કે ઘરડા ઓ ને આપણે વધારે પડતા અવગણી ને ચૌદશીયા ને  ફોલો કરતા હોઈ એ છી એ !! મીઠાંથી  દાંત ચોખ્ખા  થાય તે તો પહેલે થી ઘરડા ઓ કહેતા આવ્યા છેં !! રાજ બાપા એ  આ પ્રશ્ન નો જવાબ  આપ્યો કે  મારા પિતા ને મારા દાદા એં કહ્યું હતું  કે ધન્તુરા ને  ખાવો નહિ !! મારા પિતા એ પૂરી જીંદગી  ચાખ્યો  જ નહિ !! આ  જ વાત મને કહી હતી .હવે તેમાં શું ખોટું છે !! વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !! બીજું શું ? વડીલો એ કહ્યું એ એમનો અનુભવ છે !! આગળ ની પેઢી દ્વારા તમને મળતી મોટી ગાઈડ લાઈન  છે !! દારૂ ન પીઓ  !! તમાકુ ના ખાઓ !! સેકસી આકર્ષણો થી ન  લલાચાઓ !! દુષ્ટ રાજકર્તા  ની પ્રશંશા ન કરો !!!...આ માં જુના ઓ ક્યાં ખોટા છે ?ઐડસ ,લીવર ,કેન્સર ....

આપણી જ રામાયણ !!!

 બધા ય ને  કામ કરી   કાં    તો   પૈસા લેવા છે કાં  તો યશ ! નેતા ઓં માટે તો યશ કીર્તિ જ જરૂરી હોય છે અને  એ ઈલેક્શન ના ટાણે જ !!  મત માટે ગુંડા તોફાની હુલ્લડ ખોરો ના વખાણ કરતા અચકાતા નથી સારા પંડિતો ને મુર્ખ સાબિત કરવા લાગે છે !! ખોટા મંદિરો મસ્જીદો ના બાંધકામો ને યોગ્ય ગણાવે છે !! ધર્મ જનુની ઓ ને ઓર ઉશ્કેરે છે !! આ બધું કોમન છે !! માટે જ સૌથી વધુ જરૂરી છે સાચા આત્મબળ ની !! ફાયદો થતો હોય તો ગાંધી વિનોબા ને સંત બનાવી દે છે !! નવા દેશો અને રાજ્યો બનાવી દે છે !! લાલચુ ઓં ને ખબર નથી કીર્તિ અને પૈસા ના ગાંડપણ માં તમે શું કરી રહ્યા છો !! આ જ દશા મતદારો મોટાભાગ ના કરે છે !! ગુંડા ઓ ને જીતાડ નાર તો તમે જ છો !! ખોટા વ્યક્તિ ને મદદ રૂપ થવું એ પણ ગુનો જ છે !!!જો કે   દંડ  આપણે વારં વાર ભોગવીએ છીએ !! હડકાયું કુતરું  પાળનારા એ ખાલી કુતરા ને દોષ દેવો વ્યાજબી નથી !! ઘણી વાર ધોબી પણ  રામાયણ નું કારણ બની શકે છે !!! જો બધા એ ભેગા મળી ને ધોબી ને જ ધીબી કાઢ્યો હોત તો રામ દુખી થાત નહિ અને ન ઉભી થાત રામાયણ !! આ બધી આપણી જ રામાયણ નથી લાગતી?

ગુરુવાર, 3 મે, 2012

તું હી તું હી !!!

જીજ્ઞાસા ઓ નો અંત !
પૃથ્થ ક્ક ર ણો  નો સાર !!
તું હી તું હી !!!


દુ:ખ રોગ તો ઈશ્વર ની પ્રસાદી છે .અરે રસી મૂકી છે રસી !!
 સુખ સ્વાદ આનંદ ઈશ્વર ની કૃપા છે  સાચવજે વધુ પડતું ખવાઈ ન જવાય !!!

શ્રદ્ધા જીતે કે પ્રેમ ? જવાબ છે શ્રદ્ધા !!!

જ્યાં પોતાનું કશું જ નથી !!
જેનું કઈ છે જ નહિ !!
ત્યાં ભય ક્યાંથી હોય !!

જ્ઞાની પણ જન્મે છે અને મરી  પણ જાય છે !!
અજ્ઞાની ભટકે છે !!!

બુદ્ધિ જ્ઞાન થી દર્શન અનુભવાય !!
પૂર્ણ દર્શન શક્ય જ નથી !!

શરીર અને મન બંને ય બદલાતી ચી જો  છે !!


શ્રમ કર

   મન સતત કાર્યરત હોય છે ! ઊંઘી જઈએ ત્યારે જ શાંત થાય છે !! ઊંઘ શ્રમ વિના શક્ય નથી .માટે હે જીવાત્મા મન ના તોફાનો ને કંટ્રોલ માં લેવા માટે પણ શ્રમ કર !!
યોગીન: કર્મ  કુર્વન્તિ આત્મ્શુધ્ધ્યર્થમ ! યોગી ઓ પણ કર્મ કરે છે મન ને વશ માં રાખવા ! કારણ કે મન માંકડા જેવું છે !! તેને સતત પ્રવૃત્તિ માય રાખવું જ પડે ! આમ કર્મ નું મહત્વ મન ના લીધે પણ છે 

તારો ભ્રમ છે

   જે તારું નથી તે પ્રભુનું છે .

હે  મૃત્યુગામી જીવાત્મા !! 

જે તારું તને લાગે છે એ તારો ભ્રમ છે !!!

ગુરુવાર, 19 એપ્રિલ, 2012

છોકરા ઓ મહદ અંશે

હમણા આઈ ટી માં ભણવા ની પડાપડી છે !! જો તેમાં ભણવા થી જોબ હવે નહિ મળે એવું થઇ જાય તો બધી સીટો લગભગ ખાલી પડે !! જ્ઞાન માટે કોઈ ભણાતું નથી !!એક જમાના માં બી એ ની મોટી વેલ્યુ હતી !! આજ વસ્તુ મેં કોમર્સ આર્ટસ વી માં જોઈ છે !! જે છોકરા ને ધારેલી લાઈન ના મળે તે  નિરાશ થઇ જાય છે .પછી એડમીશન તો લે છે પણ હવે ખાલી કોલેજ માં મસ્તી કરી એન્જોય કરીએ બસ એ ધ્યેય થી દાખલ થાય છે ભણતા નથી અને રખડે મસ્તી કરે છે.પણ છોકરી ઓ આમ કરે તો બરોબર ના લાગે તેથી મોટાભાગ ની ક્લાસ માં બેસતી હાય છે .દુખદ ઘટના તો પછી શરુ થાય છે મોટા ભાગ ની છોકરી ઓ પાસ થાય છે ડીગ્રી ઓ મેળવે છે !! ઓછા ભણેલા છોકરા પસંદ નથી કરતી !! અને પેલા છોકરા ઓ પોતાનાથી વધુ ભણેલી છોકરી પસંદ કરતા નથી !! ઘણી વાર છોકરી ઓને આશ્ચર્ય એ થાય છે કે મારા થી ઓછા ભણેલા છોકરા ઓ કેમ મને ના પાડે છે !!! પણ તમે ધ્યાન થી જોશો તો ઘણી વાર અહી સ્કોલર છોકરા ઈજનેરી કે મોટી ખ્વાઇશ પૂરી ના થવા થી ખાલી જ કોલેજ માં ડીગ્રી માટે ભણ્યા હોય છે ! છોકરા ઓ મહદ અંશે શેમાં આર્થીક આવક સારી થાય એ વિષય ને જ મહત્વ આપતા હોય છે .

લક્ષ્મી આશીર્વાદ

જમનાશંકર ખુબ પૂજાપાઠ કરાવી ગોરપદુ ધંધો કર્યો. તેમના ઘણા યજમાનો લખપતિ થઇ ગયા પણ તેમની એ જ સ્થિતિ માં ખાસ ફેર ના પડ્યો ! તેમને રાજબાપા ને પ્રશ્ન કર્યો મારા ઘણા યજમાનો જેમની મેં પૂજાવિધિ કરાવી તે ધનવાન થઇ ગયા છે .મારું કેમ સુધરતું નથી !!રાજબાપા એમની રીતે હાસ્ય અને કહ્યું જો તમે પૂજા કરવો તે વખતે સોપારી માં લક્ષ્મી ગણેશ વિગેરે ની પૂજા કરો છો ને !! જમનાશંકર કહે "હા" .રાજબાપા એ કહ્યું અને યજમાન એ લક્ષ્મીને ગણેશને પ્રાર્થના કરે છે ને !!જમનાશંકર કહે "હા". પૂજા પૂરી થયા પછી સોપારીઓ લઇ જાઓ છો ને ? જમનાશંકર કહે "હા"..રાજબાપા એ કહ્યું  તો પછી ભગવાન ક્યાં ખોટા છે !! લક્ષ્મી આશીર્વાદ યજમાને લીધા.તમારે ત્યાં સોપારી આવી !!.કારણ કે યજમાને તો સોપારી જોઈ જ નથી તે તો તેને લક્ષ્મી જ જોતો હતો !!

અરે તો આ કુદરતે મન કેમ બનાવ્યું હશે?

મન વિષે આપણે કશું જ સમજી નથી શકતા !! અરે તો આ  કુદરતે મન કેમ બનાવ્યું હશે? 
રાજ બાપા એ સરસ કહ્યું --આ કર્મ તો અહી જ સંસાર ના છે. તમે બંગલો બનાવ્યો કે ઝાડે ક્લોરોફીલ બનાવવા  ઓક્સીજન તૈયાર કર્યો તે તો તમારા મરી જવા થી તમારી સાથે થોડો આવવા નો છે?બધા જતા રહે છે પણ તેમના કર્મો અહી જ પડી રહે છે આ સંસાર માં !!! તાજ મહાલ છે !! શાહજહાં નથી !!!તેમ કુદરતે તમને મન નામ ની એક આવી ચીજ આપી છે જે નવરી બેસી શકતી  જ નથી !! જો નવરી બેસી રહે તો તમને ખોટા વિચારો ટેન્શન  ભય ચિંતા વિગેરે માં ખેચી જશે !!તેથી મહા પુરુષો એ મન ને વશ કરવા કર્મ માં જોડાવવા ભલામણ કરી છે !! અને કર્મ તો કુદરત ની પાસે જ રહેવા નું છે !! એમ કરી ને કુદરત કામ કઢાવી લે છે !! તમે તો બીજા પ્રાણિયોની   માફક કુદરત નું એક સાધન જ છો !! તમારી પૃથ્વી જેવા તો અગણિત ગ્રહો તારા ઓં છે !!! મન કઈ એમનેમ બનાવ્યું નથી !! તમારી પાસે થી ય કૈક કામ કાઢવી જ લેશે !!

શુક્રવાર, 23 માર્ચ, 2012

એરેન્જ મેરેજ વધારે સફળ છે !! અને લવ મેરેજ ઓછા !!

રાજ બાપા ને  ચિંકી એ પુછ્યું  આવું કેમ છે કે એરેન્જ મેરેજ વધારે સફળ છે !! અને લવ મેરેજ ઓછા !! આકડા ઓં  તો  એવું કહે છે એરેન્જ મેરેજ ૯૦ ટકા સફળ છે જયારે લવ મેરેજ માત્ર ૪૦ ટકા !! કારણ શું ?
રાજ બાપા એ જવાબ આપ્યો અરેંજ મેરેજ માં હસબંડ મળે છે ! જયારે લવ મેરેજ માં લવર !!!

પતિ અને લવર માં આસમાન જમીન નો ફર્ક છે !! જોકે લવર ને પતિ જેટલી જવાબદારી  નથી હોતી એટલે મજા કદાચ ત્યાં જણાતી હોય છે !!!  અને જો કર્મ માં લવર જ ભટકાયો તો તેને હસબંડ તરીકે કેળવવા માં સમય કાઢવો  પડે છે !!
જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર રાહુ ચંદ્ર  મંગલ નો વિચાર કરવો જરૂરી બને છે !!

अक्षर का लेना देना

मंत्रो से लेने देना ??? ये क्या बात है !! सच तो ये है की शब्द बड़ी चीज है !! कर्म कांड में मंत्रो का प्रभाव है !!और संसार में हमें देखा है के कई लोग मंत्रो करके नियमित जीवन में शांति पा रहे है !! सफल लोगो में कोई नियमित एक ही चीज का दोहराते रहना उनकी प्रगति में एक रिद्हम पैदा करता है !!शास्त्र में कहा है जप में बड़ी ताकत है !!हजारो सालो से हमारे बुजर्गो का यह अनुभव है !! कभी मस्जिद से इश्वर के नाम की आवाज़ ध्यान से सुनो !!मंदिरों से आते घंट नाद को सुनो !!ध्यान में बैठ कर सांसो के सुरताल को पहेचानो !!! शब्दों के अक्षरों की कमल तो देखो कोई अपनी माँ को मम्मी कहता है!! कोई बा !! कोई अम्मा !! कोई तो मोम !!...लेकिन सब माँ को ही बुलाते है !! लेकिन माँ को जो शब्द से ताल बैठ गया है उससे ही है उसका जागना !! रहीम कहो या अल्लाह !! लेकिन आपको अक्षर का लेना देना  जरुर है !! बस इस ताल को खोजते है ज्योतिष नुमेरोजी  वाले !! अगर आपके प से नाम है तो राधिका से लाभ ज्यादा होगा नहीं के लक्ष्मी से !! यहाँ र और ल का अंक सम्बन्ध है !!हरेक अक्षर के वेवलेन्ध है !! यह ताल करके देखे !! महादेव बोले तो म है किन्तु शिव बोले तो श है !!  जैसे र को ज्यादा लाभ है व् ह वि. से ,क को लाभ है ग से .. वगैरह
 જ્યોતિષ શાસ્ત્ર માં અક ડ મ   ચક્ર ,મંત્ર સુસાધ્ય વિગેરે નો હેતુ આ જ છે .આ જ વાત વસ્તુ શાસ્ત્ર માં છે ગ્રામ કાં કણી !! ગૃહ આય !!

ગુરુવાર, 15 માર્ચ, 2012

સંસાર ત્રાસ છે !

જન્મ્યા પછી ક્યાં તમને આગ્રહ કર્યો છે કે જંગલ માં ન જ રહો !! તમને જ શોખ જાગ્યો છે સમૂહ માં રહેવા નો ! ભગવાને તો કહ્યું છે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते !! મન ને જીતી નથી શકાતું પણ અનુભવ અને વૈરાગ્ય થી તેને વશ જરૂર કરી શકાય છે !!એકાંત નું ય મહત્વ છે . તમે થોડો સમય એકાંત માં રહો તો સારું લાગશે !! અજમાવી જોજો !! આતો સંસાર નું ચક્કર એવું છે કે લક્કડ શી  લાડુ !! ખાવા ય છે ને તકલીફ પણ નથી વેઠવી !!
રાજ બાપા ને પ્રશ્ન પૂછ્યો તો !! તેમને તો કહ્યું કે સંસાર માં સ્ત્રી ને પુરુષ કરતા વધુ સમજણ છે.પણ પુરુષ ને સ્ત્રી માં રસ છે અને અહંકાર ને પોષવો છે .બાકી ક્યાં બુદ્ધ ,મહાવીર ના ઉદાહરણ નથી !!પણ બુધ્ધુ બનવા નો મોહ પોતાને જ થયેલો છે અને સંસાર ને ત્રાસ ત્રાસ કરે છે !! વૈરાગ્ય ની તૈયારી નથી અને અનુભવ થી શીખવું નથી !! અને પછી સંસાર અસાર છે એ કેવી વાહિયાત વાત છે !! મને તો વૈરાગ્ય ના ભાષણો ઠોકતા બાવા મોલવી સંતો  સીટી માં કેમ આંટા મારે છે એ જ સમજાતું નથી !!! તમને સમજાતું હોય તો કહો ? 

સોમવાર, 5 માર્ચ, 2012

સંસાર રૂપ

આ સંસાર રૂપ પરમેશ્વર ખુબ કઠીન છે.જેમાં માયા નો રંગ ખુબ છે !!પણ એય  પરમેશ્વર ની જ કળા છે !!તેને જે ભોગવે એ જીવી જાણે છે !!
જ્ઞાન થયા પછી ય કેમ ખેદ થતો હોય છે ?
 જ્ઞાન થતા ની સાથે અહંકાર સાત્વિક રૂપે   ઉદ્ભવે છે !સાત્વિક પાના નો અહંકાર જાગે છે !! મને અહંકાર નથી એમ લાગવું એ સૌથી મોટો અહંકાર છે !!!અને તરત જ રજ: તમ: ના ભેદ પાડે છે. અને તે સાથે જ આ બીજું  અને આ જ્ઞાન  એ બે ભાગ પડે છે . જ્ઞાન ને સાચવવા ની જવાબદારી ઉપરાંત આ બીજા ની માયા માં ભ્રમણ શરુ કરે છે. અને આ પ્રશ્ન પૂછે છે !!
ત્રિવિધ થી દ્વિધા તરફ જવાનું હોય છે .મોટે ભાગે  પરિશ્રમે દ્વિધા સુધી પહોચાય છે. અહી  પૂર્ણ આત્મ બની શકાતું નથી !!પણ કોઈ વાર અનુભવ થયા પછી પાછા આવી જવાય છે .અહી જ મને આમાં ગુરુ તત્વ દેખાય છે .આ ગુરુ અને હું એ એક સ્થિતિ.બીજી તે !!
તમે અને પ્રભુ  !!
અર્થાત હું અને પરમાત્મા એમ બે વિભાગ પડી જગત રચાય છે !!ફક્ત પરમાત્મા થી સમાધિષ્ઠ તા આવે છે !!આમ   પરમાત્મા માં જ પ્રકૃતિ છે !!જીવન એ તો પ્રભુ પૂજા છે !!!
આ જગત પ્રકૃતિ માં છે.પ્રકૃતિ પોતે પરમાત્મા માં જ છે !!પરમાત્મ અંશ પ્રકૃતિ માં ય છે મારામાં ય છે !! પણ હું અને પરમાત્મ અંશ જગત માં ય છી એ !!! જગત  મારા તથા પરમાત્મા નો જાણે કે સંવનન પરીપાક છે !! જ્યોરે હું તો પરમાત્મ અંશ છું !!
આ  નિદ્રા સ્વપ્ન જાગૃત લોક માં ફરતો રહું છું !! આ મને થતું સ્વભાન છે !!
http://www.youtube.com/watch?v=Y_R2BJ7CVbk&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ&index=5

ધૂન

સ્મરણ માં ય શ્રેષ્ઠ સ્મરણ નામ પ્રભુનું જ સાબિત થાય છે !!તેથી જ નામ સ્મરણ નો સરળ મહિમા પ્રસિદ્ધ થતો આવ્યો છે !! ધૂન !!!

પરમાત્મા સહેલાઇ થી જણાશે

પરમાત્મા ને શોધવો હોય તો વિચારો થી જ શોધવો પડશે !! વિચારો કરતા થાકી જશો !!ખુબ થાક લાગશે ત્યારે તમને વિચારોની દુનિયા પર તિરસ્કાર થશે !.માટે એકાંત માં પ્રકૃતિ ને નિરખો !! અહા ! તમે ખોવાઈ જશો !! કુદરત માં પરમાત્મા  સહેલાઇ થી જણાશે !! ઇન્દ્રિય ગ્રાહ્ય  છે .આ બન્ને નો તાલ મળતા જ પરમાત્મા નો અનુભવ થશે .પરમ કૃપાળુ પરમ આત્મ તત્વ જેટલો આપણી નજીક એટલું બીજું કશું જ નથી !!
મન મૂરખ તું કહાં  ફિરત હૈ હારી તો તેરે પાસ !
આ વાત સમજાશે જ્ઞાન થી !! જીવન ના તમામ દુઃખો વિકારો શાંત થઇ જશે .આજ વાત તમને તમારા સ્વધર્મ (પોતાના કર્તવ્ય )નું પાલન કરવા માં જોડી દેશે .

ગુરુવાર, 1 માર્ચ, 2012

પાડો જીતે કે તમે

હર એક  વ્યક્તિ તમારી વાત તરત જ સમજી શકશે નહિ !! આ વાત નું જ્ઞાન મને કોલેજ માં લેકચરર તરીકે કામ કરવા થી સમજાયું છે' આપણો આગ્રહ સતત આવો જ રહે છે કે સામે બેસેલી વ્યક્તિ આ વાત સમજે !! પણ એક વાત એ પણ છે કે બધાની બુદ્ધિ એટલી બધી હોતી નથી !! નહી તો આખો ક્લાસ પહેલો નંબર લાવે !!તેથી સામેની વ્યક્તિ સમજે તેની રાહ જોવાની તૈયારી હોય તો આ માથાકૂટ માં પડો !! તમારા જ્ઞાન ને તમારી પાસે રાખો સામે ની વ્યક્તિ માં રહેલા અજ્ઞાન ને ધ્યાન માં રાખી ધીરે ધીરે પીરસતા શીખો !! ઘણા કલાક માં સમજશે ઘણા બે ચાર દહાડે અને ઘણા વર્ષે !! કે પછી વર્ષો જતા !!
મને સંત જ્ઞાનેશ્વર ની પાડાને વેદ ભણાવ્યા હતા !! આ વસ્તુ મને એટલા માટે ધ્યાન દોરે છે કે એવા કેટલાય લોકો આપણ  ને ભટકાતાં હોય છે કે તમે એમને ગમે તેટલું સમજાવો પણ તે પાડાની માફક જાણે ન જ સમજુ એવી હઠ લઈ ને બેઠા હોય એમ લાગે છે !!હવે પાડો જીતે કે તમે એ ખેલ માં પડવું હોય તો પડો !! સંત જ્ઞાનેશ્વરને તો  લાખ લાખ વંદન !!
જો જો મિથ્યા વાળ વિવાદ માં પડશો નહિ !! નહી તો મિત્રો ગુમાવવા નો વારો આવશે !! શરૂઆત કરીએ લાઓ હું મને જ પ્રશ્ન પૂછું  "પાડો મારા માં તો છુપાયો નથી ને ?"
આ કકળાટ ગાલીબ ને પણ થઇ ચુક્યો જ છે !!મિર્જા ગાલીબ ની એક પંક્તિ મઝાની છે !!
એ સમજ્યો નથી અને કદાપી સમજવા  નો ય નથી !!!!





સ્ટેજ પર બેસવા નો ક્રમ

કોઈ પણ સમારંભ હોય તો તેમાં સ્ટેજ ઉપર બેસાડવા નો ક્રમ હોય છે !! જુના ગ્રંથો માં સંસ્કૃત માં ક્રમ ઉચિત જ હતો.સૌથી પહેલા વિદ્યાવાન ને બેસાડવામાં આવતા !! પછી જેતે કર્મ હોય તે કર્મ પ્રધાન વ્યક્તિ ને .પછી ઉંમર વાળા વડીલ ને .પછી સગા સંબંધી બંધુને .છેલ્લે ધનવાન શ્રેષ્ઠી ને !!

ગુરુ ના ધંધા વાળા

દત્તાત્રેય જે ગુરુ ઓ ના ગુરુ છે. તેમને ૨૪ ગુરુ ઓ કાર્ય હતા .તમારા થી કશુક પણ વધુ છે તે તે વિષય માં તમારો ગુરુ જ છે .ઉદાહરણ રીતે એક કરોડપતિ પૈસા કમાવવા માં પાવરધો છે પણ તેને રાગ સંગીત નું જ્ઞાન નથી.તેથી પૈસા ની બાબતે તે ગુરુ છે પણ સંગીત માં તેને બીજા સંગીત ના જાણકાર ને ગુરુ માનવો જ રહ્યો !! આજે ગુરુ ના ધંધા વાળા ને પોતાનો ઘરાક બીજે જતો રહે તેનો ભય સતત દેખાઈ આવે છે !! તેથી પોતાનો શિષ્ય બીજે જતો ના રહે તેથી બીજો ગુરુ ના કરાય આવી બુદ્ધિ વિહીન વાત કરતા હોય છે જાણે કે પોતે સર્વે વિષય ના જ્ઞાની !!તેથી જ મને દત્તાત્રેય ખોવાઈ ગયા છે તેનો અણસારો આપતી કેવલાનંદજી  ના વાક્ય નો ઈશારો સમજાય   છે !!
પણ હવે તો ધર્મ રાજકારણ અને શિક્ષણ એ તો ધંધો જ છે ને !!

શનિવાર, 14 જાન્યુઆરી, 2012

વિચાર વિકાર

જાગૃતિની સાથે જ વિચાર નામનો વિકાર ચાલુ થઇ જાય છે !!એ ગતિમાન છે !!કોઈ પણ વિષય લો તેમાં ખુપી જ જશે !!તે સતત ચાલ્યા જ કરે છે. અને તેને મન ગતિમાન કર્યા  જ કરે છે !પણ ઈચ્છા શક્તિ અવરોધ ઉભો કરી તેને વાળી શકવા ને ઘણીવાર શક્તિ માન જોવા મળી છે.પણ વળતા ની સાથે તે દિશા માં પણ ગતિથી જ દોડવા લાગે છે !!
આમ જેમ જેમ તેનો પ્રવાહ જે જે દિશા માં આગળ વધે છે તે તે દિશામાં તે બળવાન વેગ થી વહે છે.પછી થી મન પોતે અસર માં આવી જાય છે.અને જો ઈચ્છા શક્તિ બળવાન હોય તો વળી શકાય છે નહી તો ખુબ જ પરેશાન કરી મુકે છે .
વિચાર મયતા ધૂની , વિચાર શૂન્યતા ,દિગ્મૂઢ ,ભયભીત , અતિ ઉત્સાહી , અસ્થિર , ગુચવાયેલા  વગેરે બનાવી દે છે !!
માટે જ સતત વિચાર ગતિ ને કંટ્રોલ માં રાખવા ની છે !! ડ્રાઈવ યોર કાર જેવું જ છે !!કારણ કે આ તો આંતરિક કર્મ  જ છે !! જે આગળ  જતા સમસ્ત શરીર ને વેગ માં પકડવા મથે છે. યાદ રહે મન  નો હુમલો છેક શરીર સુધી પહોંચે છે !!
શુભ વિચારો સુખ અને અશુભ વિચારો દુ:ખ આપે છે .જે ક્રમશ: ઉત્સાહ અને  નિરાશા જન્માવે છે !!ઉત્સાહ એ જીવન છે ! અને નિરાશા એ મૃત્યુ !! આમ વિચાર એ વિકાર છે.જે ચેતના સાથે જ જન્મે છે .અને ગતિમાન છે.
વિચારો ને મારી નથી શકતા પણ વાળવાની કોશિશ કરો તો વાળી  જરૂર શકો છે.પવન નો વેગ  રોકી નથી શકાતો પણ જો જીવન સાગર માં આપણી હોડીના સઢ ને ગોઠવી તો શકી એ છીએ !!આમ વિચારો ને સતત કઈ દિશા માં વેગ અપાવો જોઈએ એ વિચારવા જેવું  છે .તે માટે સંકલ્પ ઈચ્છા શક્તિ બળ ઉપયોગી  થઇ પડે છે !!
 તમને એવું થશે કે કુદરતે વિચાર વિકાર જેવો આવેગ બનાવી ભૂલ કરી છે.તો જવાબ છે ના. કારણ કે ચેતના ની સાથેજ કુદરત નું કર્મ આરંભાયેલું  જ હોય છે .વિચાર વિકાર સતત ચાલુ થાય છે.તમે શારીરિક રીતે કર્મ ની અભિવ્યક્તિ ન કરો તો વિચાર કર્મ  દ્વારા થશે જ.તે પૂર્ણ શારીરિક અસર સુધી લઇ જી શકે છે.જેમ તમને ઉતાવળ છે અને કોઈ ની રાહ જોઈ રહ્યા છો.બુમો પાડો છો પણ તેને ઘર માં થી બહાર આવતા વાર લાગે છે.બ્રેક પર પગ છે પણ ઉતાવળ હાથ વડે ઘુરુર ઘુરુર ...એક્સીલરે ટર બોલાવ્યા કરો છો !!!ચેતના તેની ક્રિયા કરાવી ને જ જંપે છે !ટુક માં વિકારો અંતે થાકી ને નિદ્રા ને શરણે જાય છે .આમ નિદ્રા ની પ્રાપ્તિ માટે ય કર્મ વિચાર નું માહત્મ્ય છે જ !!
મારા પિતાજી કહેતા -ધ્યાન માં  મન જાય તો જાને દે મત જાને દે શરીર !!! તેથી જ યોગ વાળા ને હસશો નહિ !!
  • શુભ વિચારો શક્તિ વર્ધક છે.
  • શુભ વિચારો આશાવાદી અને ઉત્સાહી બનાવે છે.
  • શુભ વિચારો થી આત્મ વિશ્વાસ વધારો થાય છે 
  • શુભ વિચારો થી જગત કલ્યાણ થાય છે 
જેમ નુકસાન કરવું ,કોઈ નું બગાડવું ,તોડફોડ કરવી ,ગંદવાડ કરવો વગરે કર્મો સારા નથી ગણાતા.તેમ વિચારો માં ય સારા વિચારો ન હોય તેવા વિચારો કરવા સારું નથી.કારણ કે વિચાર એ કર્મ નું પ્રારંભિક સ્વરૂપ જ છે !!


બોલો શું કરે આતમ રામ !!

તનુંરામ (તન શરીર ) અને મનુંરામ (મન) બંને આતમરામ (આત્મા) ને જ સહારે રહે છે .જીવન નીચાર અવસ્થા ઓ  બાળપણ ,યુવા ,આધેડ  અને વૃદ્ધ ! ચાર આશ્રમો છે ને !! પહેલી બાળપણ ની અવસ્થામાં તનુંરામ દોડતા જ હોય છે.વાગે કે ગમે તે !! શરીર ની વૃદ્ધિ માં ધીરે ધીરે મનુંરામ સ્પીડ પકડવા માડે છે. જુવાની માં મન ગાંઠ તું નથી !!હવે તો તનુરામ મનુંરામ ની પાછળ દોડ્યા જ કરે છે !! પણ આધેડ અવસ્થા માં તો તનુંરામ થાકવા લાગે છે. દોડતા દોડતા વચ્ચે આરામ નો સમય કાઢવા લાગે છે !! મનુંરામ કંટાળો કરે છે !!અને વૃદ્ધ વસ્થા માં તો મનુંરામ પણ આરામ શોધવા લાગે છે !! બંને ની આરામ પ્રીયતા એટલી હદે પહોચે છે કે  આતમરામ ને આ અર્થહીન લાગે છે !! બોલો શું કરે આતમ રામ !! બાય બાય !!