શનિવાર, 27 જૂન, 2015

બુધ્ધિશાળી ઓ ઓછી બુદ્ધિ વાળા ને લુંટે એ છેતરામણી નથી ?

બંને ગુરુઓ એ જુદા જુદા ધર્મો  શરુ કર્યા  !! છગન મગન બંને  એ ગુરુ વહેચી લીધા !! પણ પડ્યો ઝગડો  !! છગન કહે મારા ગુરુ  તારા ગુરુ કરતા સારા દેખાય છે !! મગન કહે મારા ગુરુ સારા દેખાય છે !! પછી તો ખુબ લડાઈ થવા માંડી  !! છેવટે બંને મારી ગયા  !! બંને ગુરુઓ ટેન્શન માં આવી ગયા  !! રાજ્બપા પાસે ગયા  !!
રાજ્બપા આવું કેમ થયું ? રાજબાપા  એ જવાબ આપ્યો તમે બંને સરખા હોત તો આ પ્રશ્ન થાત ??
એક જ પરમાત્મા ની વાત કરવી છે ને જુદા જુદા પડીકા ?? તમારો ધંધો કરવા માં લોકો ના જીવ શું કરવા લો છો ? બુધ્ધિશાળી  ઓ ઓછી બુદ્ધિ વાળા ને લુંટે  એ છેતરામણી નથી ?


" આ સંસાર આપણો નથી !! "

મન્સુર દોડતો આવ્યો !! હવે સમજાઈ  ગયું  " આ સંસાર આપણો  નથી !! "
રાજ બાપા બોલ્યા શાબ્બાશ તો હવે ચિંતા શાની કરે છે ?
વૈરાગ્ય નો ઉપદેશ આપી શકાય છે !! જીવન માં જાતે ઉતારવો જ અઘરો છે !! ગમે તેટલો અનુભવ હોય પણ તેની સાથે વૈરાગ્ય વિના મન ને કંટ્રોલ કરી ન શકાય !!
...
તું જે કઈ લખી રહ્યો છે તેને જે વાંચશે તે બધાય નાશવંત જ છે ,,,! લખનાર પણ નાશવંત જ છે.માત્ર આ જડ પ્રક્રિયા જ ચાલે છે.તેની પોતાની ગતિ છે. આ તો જાણે દૂધ માં થી દહીં બની રહ્યું હોય અને બેકટરેરિયા ઓ બિચારા એમના જીવન વિશે વાતો યોજના માં ખોવાઈ સંસાર ના ભાષણો દીધે રાખતા હોય .



મંગળવાર, 23 જૂન, 2015

બોલો હવે આમાં કોની ભૂલ ?

એક ઝાડ ઉપર સુગરી એ સુંદર માળો બનાવ્યો હતો.સુગરી નો માળો એટલો સુંદર હોય છે કે તેમાં પાણી નું ટીપું ય ન આવે  !! ટાઢ તાપ વરસાદ  કોઈ ચિંતા નહિ  !! તે ઝાડ પર વાંદરો ય રહેતા હતા.તે ઓ વરસાદ માં  ધ્રૂજે  ઠંડી સહન કરે કારણ કે માળો બનાવતા નહિ। જાત જાત ના ફળો ખાય ઠળીયા  નાખે સુગરી ના બચ્ચા ઓ કુટુંબ ને એ ખાવા ય મળી રહે. આમ આનંદ થી તેમનું જીવન પસાર થાય છે !!
આજ વાર્તા ખોટી રીતે જુઓ !!
એક ઝાડ ઉપર સુગરી એ સુંદર માળો બનાવ્યો હતો.સુગરી નો માળો એટલો સુંદર હોય છે કે તેમાં પાણી નું ટીપું ય ન આવે  !! ટાઢ તાપ વરસાદ  કોઈ ચિંતા નહિ  !! તે ઝાડ પર વાંદરો ય રહેતા હતા.તે ઓ વરસાદ માં  ધ્રૂજે  ઠંડી સહન કરે કારણ કે માળો બનાવતા નહિ।સુગરી ને થયું આ લોકો ને સમજાવુ। તેને કહ્યું વાંદરા ભાઈ તમે અમારી માફક ઘર બનાવી ને રહો ને શા માટે વરસાદ માં પલરી  ને દુખી થાઓ છો ? પણ વાંદરા ની જાત। .બહુ મોટુ  ઘર બનાવ્યું છે ને અભિમાન કરે છે  એમ બોલી સુગરી નો માળો  પીંખી નાખ્યો !! બચ્ચા મારી ગયા !! ઈંડા ફુટી  ગયા !! બોલો  હવે આમાં કોની ભૂલ ?


સરળ ધની કે જ્ઞાની ની કરુણતા એ છે

સરળ  ધની  કે જ્ઞાની  ની કરુણતા એ છે કે પોતે અહંકારી તો નથી દેખાતો ને ??  આવા પ્રકાર ના એક ગ્રંથી બંધન માં ફસાતો તણાતો  જતો હોય છે ! તેથી વધારે પડતા વિવેક ને લીધે સમાજ ને નુકશાન થવા દે છે। આવો એક વિચિત્ર વામણો  વર્ગ છે તેને કેટલોક યુક્તી બાજ  વર્ગ પોષ્યા કરતો હોય છે। અને આવા જૂથ ને તે મિત્ર વર્ગ માની બેઠો હોય છે !! તમે કીર્તિ માટે કે ધન માટે કઈ પણ કરતા હો તો તે તમારી બાબત છે !! તે તમારું પોતાનું અર્નિંગ છે પણ તમારા અર્નિંગ માટે તમે અન્ય ને નુકશાન તો પહોચાડી રહ્યા નથી ને ?




શનિવાર, 30 મે, 2015

સફળ રાજકારણી આ વાત પાક્કી રીતે જાણતો છે !!

ગરીબ અમીર ની ચર્ચા વર્ષો થી ચાલે છે ! હું નાનો હતો ત્યાર થી મોઘવારી સાંભળતો  આવ્યો છું  ભલે  ને તમે સાઇકલ  પર થી સ્કુટર પર આવ્યા છો !! અને એટલે તો ઈલેક્શન નું મહત્વ રહે છે !! રાજ બાપા ને પ્રશ્ન પૂછ્યો કે ગરીબ અમીર માં મુખ્ય શું તફાવત સ્વભાવ જણાય છે ? રાજ બાપા બોલ્યા બહુ જ સ્પષ્ટ છે !!
બધા ગરીબ ને અમીરો પર તિરસ્કાર ની વાત કરીને તમે ઝુંબેશ ચલાવી શકશો !! અમીર ને ખુબ નફરત કરશે પણ ખરા !! પણ તેની અંતર ની ઈચ્છા જોશો તો બધા ગરીબ ને અમીર જ બનવું છે !!
જયારે અમીર નો તો જવાબ સ્પષ્ટ જ છે તેને ગરીબ બનવું જ નથી !!
 સફળ રાજકારણી આ વાત પાક્કી રીતે જાણતો છે !! આતો છાસ લેવી છે ને દોણી  સંતાડવી છે જેવો ઘાટ  થયો છે  !!
બીજું પણ સાથે કહી દઉં  !! ચાંપલા લેખકો ય આજ ધંધો કરે છે !!



શનિવાર, 23 મે, 2015

અરે મને સાંભળો તો ખરા !!

જ્યોતિષ આધ્યાત્મ વિજ્ઞાન વિષય માં  જોડાયેલો છું. અવાર નવાર વિદેશ પ્રવાસો  થાય છે. એક વાર અમેરિકા માં એક દુકાન વાળા ભાઈ એ મને કહ્યું કે રજુ ભાઈ એક ઘોળી  ડોસી માં છે તેને તમારી જ્યોતિષ ની સલાહ લેવી છે બહુ દુખી છે  બિચારી !!તમને યથા શક્તિ દક્ષિણા આપશે, મારી પાસે સમય હતો વળી સેવાની ભાવના પણ !! ભલે !! તેમને કહ્યું મારી દુકાને બપોર ના સમયે ખરીદી માટે આવે છે મારી સાથે દુકાને આવવું પડશે , વારુ,
દુકાને પહોચ્યા એ વિદેશી ડોસીમા આવી પહોચ્યા, મને એક બેઠક  જેવી જગા કરી  આપી. તે ડોસીમા ને ખુરશી આપી, મેં મારા પંચાંગ ડાયરી બિલોરી કાચ બધું લઇ ને બેઠો , પેલા બેન તો બોલવા લાગ્યા આંખોમાં ઝળઝળિયાં  સાથે માય સન હેજ દન ધીસ !! હસબંડ પ્રોબ્લેમ વી, પોતે કેમ એકલી પડી ગઈ ! દુખી  !! કષ્ટ !! વિગેરે , ઘણું બોલે જ જાય , મેં શાંત ચિત્તે સાંભર્યા  કર્યું, પછી મારા નિયમ મુજબ મેં તેમનો હાથ  જોવો જન્મ કુંડળી ગણિત કરવું વી, માટે તૈયારી કરવા માંડી ,એટલા માં તો એ ડોસીમા એ  પચાસ  ડોલર  કાઢી  મને આપ્યા ને બોલ્યા થેંક્યું !! મેં તરત ડોલર પરત કરતા કહ્યું "આ મને શા માટે આપો છો હજી તો મેં તમારું કુંડળી ગણિત કાઢ્યું નથી કઈ જ્યોતિષ પણ કહ્યું નથી !!"


પણ  એ ડોસીમા બોલ્યા તે હું ભૂલી શક્યો નથી !! તે બોલ્યા " યુ લિસન મી " અર્થાત તમે મને સાંભળી છે !!

ઈશ્વર ના સંકલ્પ માં શ્રદ્ધા

હું કહું છું એ જ સાચું !! અરે ઘણા તો એટલી બધી રાહ જોઈ ને બેઠા હોય છે કે જેવું પરિણામ આવે કે બોલી ઉઠશે  " જોયું હું નો તો કેતો !".આમ મમત માં બંધાઈ જનાર ઘણા  હોય છે !! શું મારો જ મત સાચો છે ? શું બીજા નો મત ખોટો જ છે ? બસ આનું નામ જ મમત !! તેથી તમારો મત તમારો છે !! હા બહુમતી હોઈ શકે પણ સર્વસ્વ નથી !! તેથી અનેક ચિંતનો ને અંતે સર્જાય  છે કે મમત  એક આપણી  પ્રોડક્ટ છે !!પોતાના  મત ને જ સાચો ઠેરવવા ઝગડતા રાજકીય વિશ્લેશકો ને જુઓ !! વિચારકો ને જુઓ !!તમારો મત (અભિપ્રાય ) શું છે ?અંતે તો સર્વ  મત સર્વ સંમતિ  જ કામ કરે છે !! પણ તેથી ય વધુ કુદરત નું  કામ છે !! એટલા માટે જ  છે ઈશ્વર !! કુદરતી કૃપા  અને આફતો બંનેય  આપણે  સ્વીકારી ને જ ચાલીયે છીએ ને !! મને લાગે  છે તેની શોધ થઇ ચુકી છે !! ઈશ્વર નો સંકલ્પ !! બસ થાકો  ત્યારે જ બોલશો ભાઈ ઈશ્વર નો જ સંકલ્પ સાચો !! ઈશ્વર ના સંકલ્પ માં શ્રદ્ધા એ જ મમત ની દવા છે !!

રવિવાર, 29 માર્ચ, 2015

નામ ,દામ અને રામ !!

નામ ,દામ  અને રામ !!મનુષ્ય  સામાન્ય રીતે ધન મેળવવા દોડે છે !! પણ ખુબ ધન પછી તેને કીર્તિ ની ભૂખ જણાય છે !! કીર્તિ નામ પાછળ દોડે છે સેવા દાન પરાક્રમ વિગેરે !! પણ સંતોષ વિના શાંતિ મળતી નથી !! જો એમ જ હોત તો ધન હીન કીર્તિ વિહીન પણ શાંતિ થી ઊંઘી ન શકતા  હોત !! તમે તમારા ઘર માં જ નઝર નાખો કોઈ અતિ વૃદ્ધ તરફ !! તે એકલો અટૂલો ય !! શું વિચારતો હશે !! મૃત્યુ ની રાહ જુએ છે શું ?? સંતોષ અને શાંતિ ને સીધો સંબંધ મન થી છે !! તેથી જ તો મન કેળવવા ના ઉપાયો ,ધર્મો ના વાડા  , મનો  ચિકિત્સકો ,ફિલોસોફરો ની વેલ્યુ છે !!


રવિવાર, 22 માર્ચ, 2015

પ્રકાશ થતા જ્ઞાન થયું

મીનેશ મૂંઝાયો!! .આ આત્મા   ને નથી દેહ કે મન તો પછી કયામત પછી કે સ્વર્ગ કે નર્ક  આ બધું ક્યાં થી થવાનું ?? રાજ બાપા એ હસતા હસતા કહ્યું  અલ્યા પહેલો નંબર અને નાપાસ  !! ગાડી વાળો ને ચાલતો !! અપ ટૂ  ડેટ  રૂમ ગાદલા માં સુઈ  જનારો અને ઘર વિહોણો !! સ્વર્ગ અને નર્ક !! આં તો વ્યાખ્યા ઓ છે !! તું જાતે જ ભોગવી રહ્યો છે !! સુખ અને દુખ સાપેક્ષ છે !! આત્મ જ્ઞાન મહત્વ નું છે  !! જો ગંદકી જ દુઃખ  હોત તો ભૂંડ  ને ગંદકી માં પડી રહેવા નું ગમતું જ ન હોત !! પણ આ તો ભૂંડ નું જ્ઞાન છે !! તારું સુખ તારી કલ્પના છે !!પણ તે આખી જીંદગી વસ્તુઓ  માં જ સુખ ખોળ્યા  કર્યું !! જ્ઞાની બુઝર્ગો ને શાસ્ત્રોને સમજવા ને બદલે હંસી કાઢ્યા!!અને  વિતંડાવાદ અને મૂરખા ની વાતો સાંભળી !! યુક્તીબાજો ને ચાલાક અને સફળ માની બેઠો  !!   અને સરળ ને  કાયર અને ગાંડા  ગણ્યા !! ગણિત સમજ્યો નહિ !! પરીક્ષા આવી ને દાખલો પૂછાયો!! પરીક્ષા નો ટાઇમ  પૂરો થવા આવ્યો એટલે તારી ફફડે છે ને ? બહુ ધ્યાન થી સમજો ગીતા પણ ઉપનીષદો  નુ દોહન છે !! બ્રહ્મ ગ્રંથો  અને વેદો ને સમજવા કોશિશ કરો !! હિંદુ મુસ્લિમ ખ્રિસ્ત બુદ્ધ વિગેરે ધર્મો એ પોત પોતાની રીતે કોશિશ કરી છે !! અરે ઘણા એ તો સ્વર્ગ ની લાલચ આપી સત્કાર્ય માં દોર્યા છે અને ઘણા એ નર્ક થી બીવડાવી ને !! જેમ  ગ્રહણ ને સમજાવવા માટે રાહુ  ની વાર્તા પુરાણો  એ બનાવી છે! જેમ દોરડા ને સાપ સમજી આખી રાત અંધારા માં ન ઊંઘ્યો અને ભયભીત  રાત પસાર કરી  અને દિવસ નો પ્રકાશ થતા જ્ઞાન થયું કે આતો દોરડું છે !!! એવું છે આ !! જ્ઞાન વિહીને  સર્વ મ ને ન  મુક્તિ ન ભવતી  જન્મ શતેન !! 

શનિવાર, 17 જાન્યુઆરી, 2015

ભૂંડ ને 5 સ્ટાર હોટલ માં ઉતારો ન અપાય !!

મારી બધી વાત સમજી લે તો કેવું સારું !! લાવ બધાને જણાવી દઉં  !!રાજ બાપા એ કહ્યેલી  રમાંનુજાચર્યા ની એક વાત સમજવા જેવી લાગે છે !! તેમનો વિશ્વાસ વિચારવા જેવો છે !! તેમેને ગુરુ એ  એકાંત માં એક રૂમ માં મંત્ર આપ્યો અને કહ્યું જો આ અદ્ભુત મંત્ર છે !! જે સુખ આનંદ દાતા છે જેથી બધાને આપી ન દેતો !! પણ તેમને તો એવો વિચાર આવ્યો  જો જગત નું કલ્યાણ થતું હોય તો ગુપ્ત રાખવા ની જરૂર શું છે ? બહાર આવી એક ઊંચા પત્થર પર ઉભારહી મોટે થી બોલ્યા કે આ મંત્ર અદ્ભુત છે મારે સમસ્ત જગત ને આપી દેવો છે અને મોટે મોટે થી બોલવા લાગ્યા !!
કેટલી ઉદારતા !!
પણ સાંભળ નારા ના રીએક્શન જુ ઓં  ઘણા સાંભર્યું ઘણા એ ન સાંભર્યું અને ઘણા એ આ બિચારો ગાંડો  લાગે છે એવું સર્ટીફીકેટ આપ્યું !! ભૂંડ ને 5 સ્ટાર  હોટલ માં ઉતારો ન અપાય !!
રસોઈ પીરસાય  પણ ખરી અને ફેંકી પણ દેવાય !!
હવે તમારે જે ગમતું હોય તે કરો !!