મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

તમે જયારે મન થી શાંત હો ત્યારે શ્વાસ ની સંખ્યા ગણી જુઓ

યોગ માં પણ શ્વાસ નું પ્રાધાન્ય છે જ. તમે જયારે મન થી શાંત હો ત્યારે શ્વાસ ની સંખ્યા ગણી  જુઓ। પછી જયારે ક્રોધ ટેન્સન માં હો ત્યાં ની ગણી જુઓ !! બંને અલગ છે।  જો તમે શ્વાસ ની ગતિ નું નિયમન કરતા શીખી લો તો મન ને જીતી નહિ શકો પણ વશ તો જરૂર કરી શકશો !! શ્રી રમણ મહર્ષિ એ સપ્રમાણ ધીમા શ્વાસ વડે મન ના આવેગ ને વશ કરવા નું વર્ણવ્યું છે !! આ તો ધ્યાન યોગ નમાજ પ્રાર્થનાવી. નું રહસ્ય છે. તેથી સ્તો મન ની શાંતિ વેચવા નો વ્યવસાય પણ શરુ થઇ ગયો છે !!
એક જબરદસ્ત માળા  ચાલી રહી છે !!
माला सांसो साँस की जगत भगत के बीच !!
इस  रिधम में कुछ तो छिपा ही है !!

શુક્રવાર, 20 જૂન, 2014

વ્યક્ત અવ્યક્ત બંને જેમાં રહે છે તે !!

વ્યક્ત  અવ્યક્ત  બંને જેમાં  રહે છે તે !! મને મારા પિતાજી ના કાવ્ય ની એક પંક્તિ મહાન જ જણાય છે। લક્ષ્ય અલક્ષ્ય માં  જઈ  ખોવાણું !!! તમારા પાસે વિઝન  નથી ત્યાં  સુધી લોચા જ છે !! બસ  વખત એક  તમને લગન  લાગવી જોઈ એ !! આ મહાન વહી રહેલા જીવન ઝરણા ને અનુભવો નહિ ત્યાં સુધી વાસ્તવ માં જીવન પ્રારંભ જ નથી થતું !! અજીબો ગરી બ લોકો નું વૃત્ત તમને મુઝ્વશે પણ એકલો જાને  રે !! એ કાવ્ય જાણે પ્રાણ પૂરે છે !!
મહા પુરુષો ઘણું કહે છે !!

શનિવાર, 7 જૂન, 2014

તમે કર્મ નો આનંદ લો ને !!

આમ જો જોવા જઈએ તો આ દુનિયા મેં તો બનાવી જ નથી કદાચ તમારા માં થી કોઈએ બનાવી હોય તો મને ખબર નથી !! તેથી એક વાત નક્કી છે કે જ્યાં તમારી પોતાની જ ગતિ છે ત્યાં બીજી માથાકૂટ નો અર્થ શો ? આ દેહ અપની સામે જ સતત બદલાતો રહે છે !! આ  વાળ અંદર થી જ ધોળા આવે છે !! શરીર દિન પ્રતિદિન આગળ જ વધે છે !! જાણે કે મૃત્યુ તરફ ની દોડ !!કરેલા કામો બધા ના અહીજ રહી જાય છે। હોશે હોશે લાવેલું પેલું કબાટ તો શબ  સાથે ગયું નહિ !! આ પસંદ કરેલી ચીજો  થોડી સાથે ગઈ ??અરે બેન્ક  ના રૂપિયા ય !! બસ આ બધી આધ્યાત્મ ની વાતો કઈ કામ નથી ??એટલે જ સ્તો  વૈરાગ્ય નું મહત્વ છે. ઘણા પર દયા ય આવે છે !! શાને માટે આ કકળાટ કરે છે !! તેની પોતાની ય ગતિ હશે !! બસ, સમજ જ શાંતિ આપશે !!જો  આ મારું નથી તો પ્રભુ નું જ છે। માટે રસ પૂર્વક કાર્ય કરે જ જાઓ.તમે કર્મ નો આનંદ લો ને !!
આનંદ માં રહો એ પણ એક પ્રભુ ની   સેવા જ છે. ચાલો તમે કકળાટ ન કર્યો તેનો કેવો આનંદ ફેલાયો !!
રાજ બાપા   ની વાત ઉંચી છે "કશું જ ન કરવું  એ ઉત્તમ છે કારણ કે જે કઈ કરો એ રસ પૂર્વક કરો બાકી કઈ ન કરો એ પણ સેવા જ છે !! અને તમારા ન કરવા થી કઈ પૃથ્વી સંસાર ની ગતિ અટકી પડવા  ની નથી। ગોવર્ધન  તો પ્રભુ પોતે જ ઉચકી રહ્યા છે !! આ તો તારો લાકડી નો ટેકો તારા આનંદ માટે જ છે !!"