નામ ,દામ અને રામ !!મનુષ્ય સામાન્ય રીતે ધન મેળવવા દોડે છે !! પણ ખુબ ધન પછી તેને કીર્તિ ની ભૂખ જણાય છે !! કીર્તિ નામ પાછળ દોડે છે સેવા દાન પરાક્રમ વિગેરે !! પણ સંતોષ વિના શાંતિ મળતી નથી !! જો એમ જ હોત તો ધન હીન કીર્તિ વિહીન પણ શાંતિ થી ઊંઘી ન શકતા હોત !! તમે તમારા ઘર માં જ નઝર નાખો કોઈ અતિ વૃદ્ધ તરફ !! તે એકલો અટૂલો ય !! શું વિચારતો હશે !! મૃત્યુ ની રાહ જુએ છે શું ?? સંતોષ અને શાંતિ ને સીધો સંબંધ મન થી છે !! તેથી જ તો મન કેળવવા ના ઉપાયો ,ધર્મો ના વાડા , મનો ચિકિત્સકો ,ફિલોસોફરો ની વેલ્યુ છે !!
રવિવાર, 29 માર્ચ, 2015
રવિવાર, 22 માર્ચ, 2015
પ્રકાશ થતા જ્ઞાન થયું
મીનેશ મૂંઝાયો!! .આ આત્મા ને નથી દેહ કે મન તો પછી કયામત પછી કે સ્વર્ગ કે નર્ક આ બધું ક્યાં થી થવાનું ?? રાજ બાપા એ હસતા હસતા કહ્યું અલ્યા પહેલો નંબર અને નાપાસ !! ગાડી વાળો ને ચાલતો !! અપ ટૂ ડેટ રૂમ ગાદલા માં સુઈ જનારો અને ઘર વિહોણો !! સ્વર્ગ અને નર્ક !! આં તો વ્યાખ્યા ઓ છે !! તું જાતે જ ભોગવી રહ્યો છે !! સુખ અને દુખ સાપેક્ષ છે !! આત્મ જ્ઞાન મહત્વ નું છે !! જો ગંદકી જ દુઃખ હોત તો ભૂંડ ને ગંદકી માં પડી રહેવા નું ગમતું જ ન હોત !! પણ આ તો ભૂંડ નું જ્ઞાન છે !! તારું સુખ તારી કલ્પના છે !!પણ તે આખી જીંદગી વસ્તુઓ માં જ સુખ ખોળ્યા કર્યું !! જ્ઞાની બુઝર્ગો ને શાસ્ત્રોને સમજવા ને બદલે હંસી કાઢ્યા!!અને વિતંડાવાદ અને મૂરખા ની વાતો સાંભળી !! યુક્તીબાજો ને ચાલાક અને સફળ માની બેઠો !! અને સરળ ને કાયર અને ગાંડા ગણ્યા !! ગણિત સમજ્યો નહિ !! પરીક્ષા આવી ને દાખલો પૂછાયો!! પરીક્ષા નો ટાઇમ પૂરો થવા આવ્યો એટલે તારી ફફડે છે ને ? બહુ ધ્યાન થી સમજો ગીતા પણ ઉપનીષદો નુ દોહન છે !! બ્રહ્મ ગ્રંથો અને વેદો ને સમજવા કોશિશ કરો !! હિંદુ મુસ્લિમ ખ્રિસ્ત બુદ્ધ વિગેરે ધર્મો એ પોત પોતાની રીતે કોશિશ કરી છે !! અરે ઘણા એ તો સ્વર્ગ ની લાલચ આપી સત્કાર્ય માં દોર્યા છે અને ઘણા એ નર્ક થી બીવડાવી ને !! જેમ ગ્રહણ ને સમજાવવા માટે રાહુ ની વાર્તા પુરાણો એ બનાવી છે! જેમ દોરડા ને સાપ સમજી આખી રાત અંધારા માં ન ઊંઘ્યો અને ભયભીત રાત પસાર કરી અને દિવસ નો પ્રકાશ થતા જ્ઞાન થયું કે આતો દોરડું છે !!! એવું છે આ !! જ્ઞાન વિહીને સર્વ મ ને ન મુક્તિ ન ભવતી જન્મ શતેન !!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
