આજ ની સૌથી મોટી કરુણતા એ છે કે સમયના પરિવર્તનો માં જુનું ઘણું અદૃશ્ય થઇ રહ્યું છે .જાણે અજાણે નવીન આકર્ષણો માં બધા ય પરિવર્તન માં આવી જ રહ્યા છે ! જો તમને કોમ્પ્યુટર નહી આવડતું હશે તો તમે થોડાજ વખત માં અભણ માં ગણાતા થઇ જવાના છો ! આ પ્રકાર ના હુમલા ઓ ભૂતકાળ માં પણ થતા રહ્યા છે તેથી જ તો જુના અને નવા જમાના એમ ભાગ પડે છે ! પણ મૂળ હકીકત માં કોઈ ફર્ક નથી તે સમજી લેશો તો ચિંતા નહિ થાય ! પત્થર પર કોતરવું, વૃક્ષ ની છાલ પર લખવું ,શાહી કે ખાડીઓ ,પેન્સિલ કે પેન કે પછી યુસ એન્ડ થ્રો બોલ પેન ને હવે વળી મોબાઇલ માં લખવું એમ પરિવર્તનો ભલે થાય પણ લખાણ તો ચાલુ જ છે ! આ તો પેલા આડી માનવ ની દાઢી મૂંછ થી અમિતાભ સુધી ના ફેર ફરો છે બાકી વાળ તો છે એ છે જ ! એમાં મોટા ભયંકર ફેરફારો માની આશ્ચર્ય માં ડૂબી ના જવું !! વાસ્તવ માં તો ઘર ઘર રમવા નું હજુ ચાલુ જ છે !!
રવિવાર, 18 ડિસેમ્બર, 2011
ગુરુવાર, 14 જુલાઈ, 2011
કેવળ વિચારો ના ચક્કર માં
- આપણે ઘણી બાબતો માં જોયું છે કે કેવળ વિચારો ના ચક્કર માં કંટાળી જઈએ છી એ !!
અદ્વૈત ના જ્ઞાન વિના દ્વંદ ના ભાસ થતા રહેશે. અને કર્મ તેમજ ફળ ના ભેદો જણાશે.ભેદ બુદ્ધિને દ્વિધામાં નાંખશે!! સારા નરસા પાપ પુણ્ય વિગેરે ના ચક્કર માં તું પીસાઈ જઈશ ! સ્વધર્મ ખોઈ બેસીશ ! પરધર્મો માં ભટકીશ ,જેથી મોહ લોભ ક્રોધ દુખાદી વિષયો ના અનુભવો થશે . નિરાશાથી વેદના અને સંવેદના - લાગણી શીલતા ની પરાકાષ્ટા ચિંતાનો કલ્પના સૃષ્ટિ અશુભ લાગશે .એકલો પડી જઈશ !! સુખ દુખાદી એકલાનાજ જોઇશ .અનુભવીશ ચક્રોમાં ખરેખર તું સાફ થઇ જઈશ !!!
નિર્ભયતા નિખાલસતા વિના આનંદ નથી. !
માટે જરા જેટલો ય ભેદ એ તત્વ અને પોતાની વચ્ચે લાગતો રહેશે ત્યાં સુધી ભય થતો જ રહેશે!!!
- અસ્થિરતા માં સ્થિરતા ને શોધું છું
- અતિ વિશ્લેષણ બને છે ઘુઘવાટનું કારણ !
- શું કુદરત એ પરમાત્મા ને થયેલો વિકાર છે ? એ વિકાર એ જીવન છે ? વિકાર વધે છે !! તું શોધે છે ? જીંદગી ક્યાં છે? ક્યાં છે ? કશું જ નથી !! --માત્ર કુદરત ના ભાગ માં થતી પ્રક્રિયા માં થી જન્મતી બુદ્ધિની ધમાલ છે !!!!
- જ્ઞાન કી સીમા જેઈસા જ્ઞાની !!!
- જ્ઞાન એ આપણી બુદ્ધિ મન વગેરે દ્વારા થયેલી શોધ ને એ સંશયો ના છેદન માટે છે .જેનો બીજો કોઈ ઉપયોગ જ નથી !!જ્ઞાન પણ પદાર્થ જેવું છે !!તેનું સ્મરણ ના રહે તો પાછા સંશયો ઉદ્ભવે છે !!ફરી તેના છેદનો ના માર્ગો શોધીએ છીએ !! અને ફરી થી પાછા ત્યાજ આવીએ છીએ !!! જેમ અ + બ = બ+અ =અ +૦+ બ =બ+૦+અ =૦+બ +અ +૦=...............
બ્રહ્મ જ ભય રૂપ છે !!
જે વિદ્વાન હોવા છતાય બ્રહ્મ ના આ અભેદ ને માનતો નથી ,તેને માટે તો તે બ્રહ્મ જ ભય રૂપ છે !!
- જેને ના કહેતા આવડતું નથી તેને હા નો મહિમા નહિ સમજાય !!
- બુદ્ધિ સરમ ની તુલનાત્મક સ્થિતિ એટલે મન ની એકાગ્રતા !!
લાગણી અને મમત છોડો
- મન સતત કાર્ય રત હોય છે !! નિદ્રાધીન થઇ જઈએ ત્યારે જ શાંત થાય છે !! નિદ્રા શ્રમ વિના શક્ય નથી. માટે જ મન ના તોફાનો ને બંધ કરવા માટે પણ હે જીવાત્મા શ્રમ કર !!!
- મળે નિદ્રા શ્રમ થી
- દુર થાય ભય જ્ઞાન થી
- ક્ષુધા અંત થાય આહાર થી
- જીજ્ઞાસા ઓં નો અંત ! પૃથ્થક્કરણ નો સાર-- તૂ હી તૂ હી !!!
લાગણી ના પ્રયોગો હંમેશા દુખ દાયક જ હોય છે !!
કલ્પના રંગ વિચારો માં પૂરી દૃઢ ચિત્રણ કરે છે .પછી પોતાને જ ડરાવે છે ! હસાવે છે !! અરે અતો સતત બદલાતી વસ્તુ છે !! આ તો એક પવન છે !આજ દશા ગીત સંગીત કળા રાગ ચિત્ર રમત માં આવી મળે છે !! માટે જ યાદ રાખ હે જીવ મન ની પવિત્રતા જ સાચી પવિત્રતા છે !!
- જે તારું નથી તે પ્રભુ નું છે અને જે તને તારું લાગે છે તે ભ્રમ છે !!
- જ્ઞાની જન્મે છે અને મરે છે !!! જયારે અજ્ઞાની કેવળ ભટકે છે !!
ત્રણ અવસ્થા ના ધન
ત્રણ અવસ્થાઓ મુખ્ય છે.બાળપણ ,મધ્ય અને વૃદ્ધાવસ્થા !!
आध्ये विद्या धनं मध्ये लक्ष्मी धनं अन्तिमे सुत्सौख्यम !!
અર્થાત જીવન ની શરૂઆત નું ધન છે વિદ્યા -જે ભાગમાં તમે શિક્ષણ પ્રાપ્ત કરો છો ,મધ્ય અવસ્થા માં પૈસો જરૂરી જ છે તેથી લક્ષ્મી ધન છે. જયારે જીવન ના છેલ્લા ભાગ માં સારા સંતાન જ ધન છે !! અરે પહેલા બે ભાગ માં ધન વિના દહાડા ખેચી નાખીએ પણ જો પાછલી અવસ્થા માં આ ધન નો પ્રશ્ન આવ્યો તો ના શાંતિ થી મરાય કે જીવાય !!!
બાકી જોવા જાઓ તો પૈસો તો સત્કાર્ય માં વપરાય કાં તો ભોગ ચીજ માં વપરાય છે !! નહિ તો નાશ નિશ્ચિત જ છે કારણ કે તે સાથે આવતી નથી !!
आध्ये विद्या धनं मध्ये लक्ष्मी धनं अन्तिमे सुत्सौख्यम !!
અર્થાત જીવન ની શરૂઆત નું ધન છે વિદ્યા -જે ભાગમાં તમે શિક્ષણ પ્રાપ્ત કરો છો ,મધ્ય અવસ્થા માં પૈસો જરૂરી જ છે તેથી લક્ષ્મી ધન છે. જયારે જીવન ના છેલ્લા ભાગ માં સારા સંતાન જ ધન છે !! અરે પહેલા બે ભાગ માં ધન વિના દહાડા ખેચી નાખીએ પણ જો પાછલી અવસ્થા માં આ ધન નો પ્રશ્ન આવ્યો તો ના શાંતિ થી મરાય કે જીવાય !!!
બાકી જોવા જાઓ તો પૈસો તો સત્કાર્ય માં વપરાય કાં તો ભોગ ચીજ માં વપરાય છે !! નહિ તો નાશ નિશ્ચિત જ છે કારણ કે તે સાથે આવતી નથી !!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
