શુક્રવાર, 20 જૂન, 2014

વ્યક્ત અવ્યક્ત બંને જેમાં રહે છે તે !!

વ્યક્ત  અવ્યક્ત  બંને જેમાં  રહે છે તે !! મને મારા પિતાજી ના કાવ્ય ની એક પંક્તિ મહાન જ જણાય છે। લક્ષ્ય અલક્ષ્ય માં  જઈ  ખોવાણું !!! તમારા પાસે વિઝન  નથી ત્યાં  સુધી લોચા જ છે !! બસ  વખત એક  તમને લગન  લાગવી જોઈ એ !! આ મહાન વહી રહેલા જીવન ઝરણા ને અનુભવો નહિ ત્યાં સુધી વાસ્તવ માં જીવન પ્રારંભ જ નથી થતું !! અજીબો ગરી બ લોકો નું વૃત્ત તમને મુઝ્વશે પણ એકલો જાને  રે !! એ કાવ્ય જાણે પ્રાણ પૂરે છે !!
મહા પુરુષો ઘણું કહે છે !!

શનિવાર, 7 જૂન, 2014

તમે કર્મ નો આનંદ લો ને !!

આમ જો જોવા જઈએ તો આ દુનિયા મેં તો બનાવી જ નથી કદાચ તમારા માં થી કોઈએ બનાવી હોય તો મને ખબર નથી !! તેથી એક વાત નક્કી છે કે જ્યાં તમારી પોતાની જ ગતિ છે ત્યાં બીજી માથાકૂટ નો અર્થ શો ? આ દેહ અપની સામે જ સતત બદલાતો રહે છે !! આ  વાળ અંદર થી જ ધોળા આવે છે !! શરીર દિન પ્રતિદિન આગળ જ વધે છે !! જાણે કે મૃત્યુ તરફ ની દોડ !!કરેલા કામો બધા ના અહીજ રહી જાય છે। હોશે હોશે લાવેલું પેલું કબાટ તો શબ  સાથે ગયું નહિ !! આ પસંદ કરેલી ચીજો  થોડી સાથે ગઈ ??અરે બેન્ક  ના રૂપિયા ય !! બસ આ બધી આધ્યાત્મ ની વાતો કઈ કામ નથી ??એટલે જ સ્તો  વૈરાગ્ય નું મહત્વ છે. ઘણા પર દયા ય આવે છે !! શાને માટે આ કકળાટ કરે છે !! તેની પોતાની ય ગતિ હશે !! બસ, સમજ જ શાંતિ આપશે !!જો  આ મારું નથી તો પ્રભુ નું જ છે। માટે રસ પૂર્વક કાર્ય કરે જ જાઓ.તમે કર્મ નો આનંદ લો ને !!
આનંદ માં રહો એ પણ એક પ્રભુ ની   સેવા જ છે. ચાલો તમે કકળાટ ન કર્યો તેનો કેવો આનંદ ફેલાયો !!
રાજ બાપા   ની વાત ઉંચી છે "કશું જ ન કરવું  એ ઉત્તમ છે કારણ કે જે કઈ કરો એ રસ પૂર્વક કરો બાકી કઈ ન કરો એ પણ સેવા જ છે !! અને તમારા ન કરવા થી કઈ પૃથ્વી સંસાર ની ગતિ અટકી પડવા  ની નથી। ગોવર્ધન  તો પ્રભુ પોતે જ ઉચકી રહ્યા છે !! આ તો તારો લાકડી નો ટેકો તારા આનંદ માટે જ છે !!"