હું કહું છું એ જ સાચું !! અરે ઘણા તો એટલી બધી રાહ જોઈ ને બેઠા હોય છે કે જેવું પરિણામ આવે કે બોલી ઉઠશે " જોયું હું નો તો કેતો !".આમ મમત માં બંધાઈ જનાર ઘણા હોય છે !! શું મારો જ મત સાચો છે ? શું બીજા નો મત ખોટો જ છે ? બસ આનું નામ જ મમત !! તેથી તમારો મત તમારો છે !! હા બહુમતી હોઈ શકે પણ સર્વસ્વ નથી !! તેથી અનેક ચિંતનો ને અંતે સર્જાય છે કે મમત એક આપણી પ્રોડક્ટ છે !!પોતાના મત ને જ સાચો ઠેરવવા ઝગડતા રાજકીય વિશ્લેશકો ને જુઓ !! વિચારકો ને જુઓ !!તમારો મત (અભિપ્રાય ) શું છે ?અંતે તો સર્વ મત સર્વ સંમતિ જ કામ કરે છે !! પણ તેથી ય વધુ કુદરત નું કામ છે !! એટલા માટે જ છે ઈશ્વર !! કુદરતી કૃપા અને આફતો બંનેય આપણે સ્વીકારી ને જ ચાલીયે છીએ ને !! મને લાગે છે તેની શોધ થઇ ચુકી છે !! ઈશ્વર નો સંકલ્પ !! બસ થાકો ત્યારે જ બોલશો ભાઈ ઈશ્વર નો જ સંકલ્પ સાચો !! ઈશ્વર ના સંકલ્પ માં શ્રદ્ધા એ જ મમત ની દવા છે !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો