સોમવાર, 28 મે, 2012

આપણી જ રામાયણ !!!

 બધા ય ને  કામ કરી   કાં    તો   પૈસા લેવા છે કાં  તો યશ ! નેતા ઓં માટે તો યશ કીર્તિ જ જરૂરી હોય છે અને  એ ઈલેક્શન ના ટાણે જ !!  મત માટે ગુંડા તોફાની હુલ્લડ ખોરો ના વખાણ કરતા અચકાતા નથી સારા પંડિતો ને મુર્ખ સાબિત કરવા લાગે છે !! ખોટા મંદિરો મસ્જીદો ના બાંધકામો ને યોગ્ય ગણાવે છે !! ધર્મ જનુની ઓ ને ઓર ઉશ્કેરે છે !! આ બધું કોમન છે !! માટે જ સૌથી વધુ જરૂરી છે સાચા આત્મબળ ની !! ફાયદો થતો હોય તો ગાંધી વિનોબા ને સંત બનાવી દે છે !! નવા દેશો અને રાજ્યો બનાવી દે છે !! લાલચુ ઓં ને ખબર નથી કીર્તિ અને પૈસા ના ગાંડપણ માં તમે શું કરી રહ્યા છો !! આ જ દશા મતદારો મોટાભાગ ના કરે છે !! ગુંડા ઓ ને જીતાડ નાર તો તમે જ છો !! ખોટા વ્યક્તિ ને મદદ રૂપ થવું એ પણ ગુનો જ છે !!!જો કે   દંડ  આપણે વારં વાર ભોગવીએ છીએ !! હડકાયું કુતરું  પાળનારા એ ખાલી કુતરા ને દોષ દેવો વ્યાજબી નથી !! ઘણી વાર ધોબી પણ  રામાયણ નું કારણ બની શકે છે !!! જો બધા એ ભેગા મળી ને ધોબી ને જ ધીબી કાઢ્યો હોત તો રામ દુખી થાત નહિ અને ન ઉભી થાત રામાયણ !! આ બધી આપણી જ રામાયણ નથી લાગતી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો