શનિવાર, 14 જાન્યુઆરી, 2012

વિચાર વિકાર

જાગૃતિની સાથે જ વિચાર નામનો વિકાર ચાલુ થઇ જાય છે !!એ ગતિમાન છે !!કોઈ પણ વિષય લો તેમાં ખુપી જ જશે !!તે સતત ચાલ્યા જ કરે છે. અને તેને મન ગતિમાન કર્યા  જ કરે છે !પણ ઈચ્છા શક્તિ અવરોધ ઉભો કરી તેને વાળી શકવા ને ઘણીવાર શક્તિ માન જોવા મળી છે.પણ વળતા ની સાથે તે દિશા માં પણ ગતિથી જ દોડવા લાગે છે !!
આમ જેમ જેમ તેનો પ્રવાહ જે જે દિશા માં આગળ વધે છે તે તે દિશામાં તે બળવાન વેગ થી વહે છે.પછી થી મન પોતે અસર માં આવી જાય છે.અને જો ઈચ્છા શક્તિ બળવાન હોય તો વળી શકાય છે નહી તો ખુબ જ પરેશાન કરી મુકે છે .
વિચાર મયતા ધૂની , વિચાર શૂન્યતા ,દિગ્મૂઢ ,ભયભીત , અતિ ઉત્સાહી , અસ્થિર , ગુચવાયેલા  વગેરે બનાવી દે છે !!
માટે જ સતત વિચાર ગતિ ને કંટ્રોલ માં રાખવા ની છે !! ડ્રાઈવ યોર કાર જેવું જ છે !!કારણ કે આ તો આંતરિક કર્મ  જ છે !! જે આગળ  જતા સમસ્ત શરીર ને વેગ માં પકડવા મથે છે. યાદ રહે મન  નો હુમલો છેક શરીર સુધી પહોંચે છે !!
શુભ વિચારો સુખ અને અશુભ વિચારો દુ:ખ આપે છે .જે ક્રમશ: ઉત્સાહ અને  નિરાશા જન્માવે છે !!ઉત્સાહ એ જીવન છે ! અને નિરાશા એ મૃત્યુ !! આમ વિચાર એ વિકાર છે.જે ચેતના સાથે જ જન્મે છે .અને ગતિમાન છે.
વિચારો ને મારી નથી શકતા પણ વાળવાની કોશિશ કરો તો વાળી  જરૂર શકો છે.પવન નો વેગ  રોકી નથી શકાતો પણ જો જીવન સાગર માં આપણી હોડીના સઢ ને ગોઠવી તો શકી એ છીએ !!આમ વિચારો ને સતત કઈ દિશા માં વેગ અપાવો જોઈએ એ વિચારવા જેવું  છે .તે માટે સંકલ્પ ઈચ્છા શક્તિ બળ ઉપયોગી  થઇ પડે છે !!
 તમને એવું થશે કે કુદરતે વિચાર વિકાર જેવો આવેગ બનાવી ભૂલ કરી છે.તો જવાબ છે ના. કારણ કે ચેતના ની સાથેજ કુદરત નું કર્મ આરંભાયેલું  જ હોય છે .વિચાર વિકાર સતત ચાલુ થાય છે.તમે શારીરિક રીતે કર્મ ની અભિવ્યક્તિ ન કરો તો વિચાર કર્મ  દ્વારા થશે જ.તે પૂર્ણ શારીરિક અસર સુધી લઇ જી શકે છે.જેમ તમને ઉતાવળ છે અને કોઈ ની રાહ જોઈ રહ્યા છો.બુમો પાડો છો પણ તેને ઘર માં થી બહાર આવતા વાર લાગે છે.બ્રેક પર પગ છે પણ ઉતાવળ હાથ વડે ઘુરુર ઘુરુર ...એક્સીલરે ટર બોલાવ્યા કરો છો !!!ચેતના તેની ક્રિયા કરાવી ને જ જંપે છે !ટુક માં વિકારો અંતે થાકી ને નિદ્રા ને શરણે જાય છે .આમ નિદ્રા ની પ્રાપ્તિ માટે ય કર્મ વિચાર નું માહત્મ્ય છે જ !!
મારા પિતાજી કહેતા -ધ્યાન માં  મન જાય તો જાને દે મત જાને દે શરીર !!! તેથી જ યોગ વાળા ને હસશો નહિ !!
  • શુભ વિચારો શક્તિ વર્ધક છે.
  • શુભ વિચારો આશાવાદી અને ઉત્સાહી બનાવે છે.
  • શુભ વિચારો થી આત્મ વિશ્વાસ વધારો થાય છે 
  • શુભ વિચારો થી જગત કલ્યાણ થાય છે 
જેમ નુકસાન કરવું ,કોઈ નું બગાડવું ,તોડફોડ કરવી ,ગંદવાડ કરવો વગરે કર્મો સારા નથી ગણાતા.તેમ વિચારો માં ય સારા વિચારો ન હોય તેવા વિચારો કરવા સારું નથી.કારણ કે વિચાર એ કર્મ નું પ્રારંભિક સ્વરૂપ જ છે !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો