શનિવાર, 14 જાન્યુઆરી, 2012

બોલો શું કરે આતમ રામ !!

તનુંરામ (તન શરીર ) અને મનુંરામ (મન) બંને આતમરામ (આત્મા) ને જ સહારે રહે છે .જીવન નીચાર અવસ્થા ઓ  બાળપણ ,યુવા ,આધેડ  અને વૃદ્ધ ! ચાર આશ્રમો છે ને !! પહેલી બાળપણ ની અવસ્થામાં તનુંરામ દોડતા જ હોય છે.વાગે કે ગમે તે !! શરીર ની વૃદ્ધિ માં ધીરે ધીરે મનુંરામ સ્પીડ પકડવા માડે છે. જુવાની માં મન ગાંઠ તું નથી !!હવે તો તનુરામ મનુંરામ ની પાછળ દોડ્યા જ કરે છે !! પણ આધેડ અવસ્થા માં તો તનુંરામ થાકવા લાગે છે. દોડતા દોડતા વચ્ચે આરામ નો સમય કાઢવા લાગે છે !! મનુંરામ કંટાળો કરે છે !!અને વૃદ્ધ વસ્થા માં તો મનુંરામ પણ આરામ શોધવા લાગે છે !! બંને ની આરામ પ્રીયતા એટલી હદે પહોચે છે કે  આતમરામ ને આ અર્થહીન લાગે છે !! બોલો શું કરે આતમ રામ !! બાય બાય !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો