હમણા આઈ ટી માં ભણવા ની પડાપડી છે !! જો તેમાં ભણવા થી જોબ હવે નહિ મળે એવું થઇ જાય તો બધી સીટો લગભગ ખાલી પડે !! જ્ઞાન માટે કોઈ ભણાતું નથી !!એક જમાના માં બી એ ની મોટી વેલ્યુ હતી !! આજ વસ્તુ મેં કોમર્સ આર્ટસ વી માં જોઈ છે !! જે છોકરા ને ધારેલી લાઈન ના મળે તે નિરાશ થઇ જાય છે .પછી એડમીશન તો લે છે પણ હવે ખાલી કોલેજ માં મસ્તી કરી એન્જોય કરીએ બસ એ ધ્યેય થી દાખલ થાય છે ભણતા નથી અને રખડે મસ્તી કરે છે.પણ છોકરી ઓ આમ કરે તો બરોબર ના લાગે તેથી મોટાભાગ ની ક્લાસ માં બેસતી હાય છે .દુખદ ઘટના તો પછી શરુ થાય છે મોટા ભાગ ની છોકરી ઓ પાસ થાય છે ડીગ્રી ઓ મેળવે છે !! ઓછા ભણેલા છોકરા પસંદ નથી કરતી !! અને પેલા છોકરા ઓ પોતાનાથી વધુ ભણેલી છોકરી પસંદ કરતા નથી !! ઘણી વાર છોકરી ઓને આશ્ચર્ય એ થાય છે કે મારા થી ઓછા ભણેલા છોકરા ઓ કેમ મને ના પાડે છે !!! પણ તમે ધ્યાન થી જોશો તો ઘણી વાર અહી સ્કોલર છોકરા ઈજનેરી કે મોટી ખ્વાઇશ પૂરી ના થવા થી ખાલી જ કોલેજ માં ડીગ્રી માટે ભણ્યા હોય છે ! છોકરા ઓ મહદ અંશે શેમાં આર્થીક આવક સારી થાય એ વિષય ને જ મહત્વ આપતા હોય છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો