જમનાશંકર ખુબ પૂજાપાઠ કરાવી ગોરપદુ ધંધો કર્યો. તેમના ઘણા યજમાનો લખપતિ થઇ ગયા પણ તેમની એ જ સ્થિતિ માં ખાસ ફેર ના પડ્યો ! તેમને રાજબાપા ને પ્રશ્ન કર્યો મારા ઘણા યજમાનો જેમની મેં પૂજાવિધિ કરાવી તે ધનવાન થઇ ગયા છે .મારું કેમ સુધરતું નથી !!રાજબાપા એમની રીતે હાસ્ય અને કહ્યું જો તમે પૂજા કરવો તે વખતે સોપારી માં લક્ષ્મી ગણેશ વિગેરે ની પૂજા કરો છો ને !! જમનાશંકર કહે "હા" .રાજબાપા એ કહ્યું અને યજમાન એ લક્ષ્મીને ગણેશને પ્રાર્થના કરે છે ને !!જમનાશંકર કહે "હા". પૂજા પૂરી થયા પછી સોપારીઓ લઇ જાઓ છો ને ? જમનાશંકર કહે "હા"..રાજબાપા એ કહ્યું તો પછી ભગવાન ક્યાં ખોટા છે !! લક્ષ્મી આશીર્વાદ યજમાને લીધા.તમારે ત્યાં સોપારી આવી !!.કારણ કે યજમાને તો સોપારી જોઈ જ નથી તે તો તેને લક્ષ્મી જ જોતો હતો !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો